Garjato Gnayak

સમયસાર કહાનસાર શતાબ્દી મહોત્સવ

TV Timings on Arihant Channel

TV Timings
  • Pu. Gurudevshree
    Morning : 06:40 to 07:10
    Night : 12:00 to 12:30
  • Pu. Behenshree
    Morning : 07:10 to 07:40
    Night : 12:30 to 01:00

A collection of pravachans of Param Pujya Gurudevshree Kanjiswami and Pujya Behenshree Champaben

Pujya Gurudevshree Kanjiswami and Pujya Behenshree Champaben’s life and teachings are a true guide to achieving salvation. Their pravachans have had a profound effect on those seeking self-realization and wanting to rise above materialistic needs.

This website compiles pravachans given by Gurudevshree and Behenshree at various times during their lifetime.

More

ભારતદેશના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લા માં એક સુંદર, રમણીય ગ્રામ છે. જે ‘સોનગઢ’ નામથી પ્રસિદ્ધ છે. વર્તમાનકાળના અધ્યાત્મવિદ્યાના ઉત્કૃષ્ટ જ્યોતિધર પૂજ્ય સદગુરુદેવશ્રી કાનજીસ્વામીની આ સાધનાભૂમિ છે. વિ. સં. 1991(ઈ.સ.1935)માં પૂજ્ય સદગુરુદેવશ્રી અહીં પધાર્યા અને દિગંબર-જૈનધર્મનો વિજય ધ્વજ ફરકાવ્યો. અહીંથી સ્વાનુભૂતિપ્રધાન યથાર્થ મોક્ષમાર્ગ પ્રકાશિત થયો. ઉત્તરોત્તર અહીં સ્વાધ્યાયમંદિર, વિદેહક્ષેત્રના સીમંધરભગવાનનું મંદિર, સીમંધર ભગવાનનું સમવસરણ, માનસ્તંભ, પ્રવચનમંડપ, પરમાગમમંદિર, તથા નંદીશ્વરજિનાલયની રચના થઈ છે. સ્વાધ્યાયમંદિર તેઓશ્રીના નિવાસ તથા પ્રતિદિનના પ્રવચનકક્ષરૂપે બન્યું છે, અહીંથી જ પૂજ્ય ગુરૂદેવે “દ્રવ્યની સ્વતંત્રતા” અને ‘જ્ઞાયકની વિશુદ્ધતા’ નો સંદેશ દેશ-વિદેશમાં પ્રસારિત કર્યો છે. લોકો હજારોની સંખ્યામાં સોનગઢ આવવા લાગ્યા છે.
સ્વાત્માનુભવી બહેનશ્રી ચંપાબેનના જાતિસ્મરણ જ્ઞાને પરમપૂજ્ય ગુરૂદેવીનું ભાવિ તીર્થંકરત્વ પ્રસિદ્ધ કર્યું. આજે અહીં કાયમી વસવાટ કરનારા મુમુક્ષુઓની સંખ્યા મોટી છે. તથા બહારના હજારો યાત્રીઓ દર્શનાર્થે સતત આવતા રહે છે, અને સોનગઢથી પ્રસારિત તત્વજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે. જ્યાં આબાળ ગોપાળ “ચૈતન્ય-ચૈતન્ય”ની ચર્ચા કરતા હોય, જેનો કણ-કણ ‘પુરૂષાર્થ પુરૂષાર્થ’ની પ્રેરણા આપતો હોય તે કાનજીસ્વામીનું સોનગઢ !

પૂજ્ય ગુરૂદેવશ્રીના હૃદયની પ્રત્યેક ધબકાર ‘સત્-સત્’ ‘જ્ઞાન-જ્ઞાન’ જ ધબકતો રહ્યો, હું એક ‘સત્’ પદાર્થ છું, મારૂં જ્ઞાનરૂપી ‘સત્’ બધાથી જદું છે. એવું આદર્શ જેમનું જીવન હતું, તથા તે જોર સાથે નિકળતી તેઓશ્રીની વજ્રવાણીથી ભવ્યાત્માઓના મિથ્યાત્વનો નાશ થઈ જતો, અને મુક્તિ પ્રાપ્તિમાં અસાધરણ નિમિત્ત બનતી. સોનગઢ ગામ ‘સુવર્ણપૂરી તીર્થધામ’ બની ગયું. જ્યાં પૂજ્ય ગુરૂદેવશ્રી કાનજીસ્વામી તથા તદ્-ભક્ત સ્વાત્માનુભવી પ્રશમમૂર્તિ બહેનશ્રી ચંપાબેને વર્ષો સુધી નિવાસ તથા સાધના કરી, તથા અનુભવભીની વાણી વર્ષાવી, આવી ગુરૂદેવશ્રીથી શોભિત અને પાવન થયેલી આ સુવર્ણનગરી ધન્ય છે.

તો આપ પણ સુવર્ણપુરી તીર્થધામમાં નિજ કલ્યાણ હેતુ પધારી અવશ્ય લાભ મેળવો.

અનુભૂતિ તીર્થમહાન, સુવર્ણપુરી સોહે,
યહ કહાનગુરૂ વરદાન મંગલ મુક્તિ મિલે.

દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગ માંહી ગજાવનહારા,
વીર કથિત સ્વાત્માનુભૂતીનો પંથ પ્રકાશનહારા
ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો

સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણકીર્તન ગાતા;
સ્થળ- સ્થળમાં 'ભગવાન - આત્મ' ના ભણકારા સંભળાતા,
કણ કણ પુરુષાર્થ પ્રેરે
ગુરુજી આત્મ અજવાળે

ભૂતકાળના રાજેન્દ્ર
વર્તમાનના યોગીંદ્ર
ભાવિના જિનેન્દ્ર
એવા ગર્જતા જ્ઞાયક પૂજ્ય શ્રી કહાન ગુરુદેવનો
જય હો, જય હો, જય હો

સુખધામ અનંત સુસંત ચહી,
દિનરાત રહે તદ્ધ્યાન મહી;
પ્રશાંતિ અનંત સુધામય જે,
પ્રણમું તે પદ વરતે જય તે.-

Jaymala Audio